કાલાવડ તાલુકાના મુળીલા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરના કૂવામાં ડૂબી જતાં યુવાનનો મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ડૂંગરી ફળિયુ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મુળીલા ગામની સીમમાં આવેલા ઘેલુભા નાયુભા જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં મહેન્દ્રભાઇ ભોળાભાઇ સંગાડા (ઉ.વ.30) નામનો યુવાન બે દિવસ પહેલાં સવારના સમયે ખેતરના કૂવાના પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારબાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યાની મૃતકની પત્ની સુખેરાબેની મહેન્દ્રભાઇ સંગાડા દ્વારા જાણ કરાતા હે.કો. એમ. કે. છૈયા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાત કે અકસ્માત? તે અંગેની દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.


