Sunday, December 14, 2025
Homeવિડિઓદ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મૃતદેહ સાંપડયા - VIDEO

દ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મૃતદેહ સાંપડયા – VIDEO

દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં પાલનપુરથી આવેલા શ્રદ્ધાળુ પરિવારના ત્રણ લોકો બુધવારે દ્વારકાના ગોમતીઘાટ ખાતે સ્નાન કરતા એકાએક ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે તેમની સાથે રહેલા બાવાજી શૈલેષપુરી ડાયાપુરી ગોસ્વામી (ઉ.વ. 35, રહે. ઊંઝા, તા. મહેસાણા) અને તેમના ભાણેજ ધ્રુવિલગીરી પ્રકાશગીરી ગોસ્વામી (ઉ.વ. 16, રહે. મેત્રાણા, તા. સિદ્ધપુર, જી. પાટણ) દરિયાને પાણીમાં લાપતા બની ગયા હતા. દરિયામાં લાપતા બની ગયેલા ઉપરોક્ત મામા-ભાણેજની રેસ્ક્યુ ટીમ તેમજ તરવૈયાઓ દ્વારા સઘન તપાસના અંતે ગઈકાલે ગુરુવારે સવારે આશરે સાડા સાત વાગ્યાના બંનેના નિષ્પ્રાણ દેહને પંચકુઈ વિસ્તારમાં દરિયાના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

- Advertisement -

બંને મૃતદેહને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામ ખાતે રહેતા વિનયપુરી નટવરપુરી બાવાજીએ દ્વારકા પોલીસ મથકમાં અકસ્માત મૃત્યુ અંગેની જરૂરી નોંધ કરાવી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular