નાઈજીરિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર મધ્ય નાઇજીરીયામાં લગ્નમાંથી પરત ફરી રહેલી 300 લોકોને લઈને જતી બોટ નદીમાં ડૂબી ગઈ હતી (બોટ અકસ્માત). કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં 100થી વધુ લોકો ડૂબી ગયા છે અને ઘણા લોકો લાપતા છે. અધિકારીઓની વાત માનીએ તો મૃત્યુઆંક વધુ વધે તેવી શક્યતા છે. જો કે બચાવકર્તાઓનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.લગ્ન સમારોહ નાઈજર રાજયમાં થઈ રહ્યો હતો. આ બોટ લગ્નના મહેમાનોને ક્વારા રાજય લઈ જઈ રહી હતી. વરસાદ અને વધુ લોકોના કારણે બોટ ઓવરલોડ હતી. કવારા રાજય પોલીસ ઓકાસનમી અજયે જણાવ્યું કે બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 103 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સલામતી પ્રક્રિયાઓના અભાવ અને ભારે પૂરને કારણે નાઇજર નદીમાં ડૂબવું સામાન્ય છે. ગયા મહિને ઉત્તર-પરૂમિ સોકોટો રાજયમાં એક બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 15 બાળકો ડૂબી ગયા અને 25 અન્ય લાપતા થયા.