વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારના 7 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા રકતદાન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઓખા મંડળ વિસ્તારના લોકોના લાભાર્થે દ્વારકા જિલ્લા યુવા ભાજપ તથા ઓખા શહેર યુવા ભાજપ અને ઓખા શહેર ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે માટે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં કુલ 80 બોટલ રકત એકત્ર થયું હતું. આ કેમ્પમાં ખંભાળિયા સિવીલ બ્લડ બેંકે સેવા આપી હતી.


