જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ તેમજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ઇન્દિરા ગાંધી તથા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે યુવક કોંગ્રેસ જામનગર તથા એનએસયુઆઇ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડૉ. તૌસિફખાન પઠાન, જામ્યુકો. વિપક્ષી નેતા નવલ નંદા, કોર્પોરેટરો, જેનબબેન ખફી, નુરમામદ પલેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ ઉપરાંત મહિપાલસિંહ સહિતના અગ્રણીઓ હોદેદારો, કાર્યકરો, મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને રકતદાન કર્યુ હતું.