Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકાળો દિવસ : 21 વર્ષ પહેલાં આજના દિવસે સર્જાયો હતો ગોધરાકાંડ

કાળો દિવસ : 21 વર્ષ પહેલાં આજના દિવસે સર્જાયો હતો ગોધરાકાંડ

- Advertisement -

ગુજરાતમાં ગોધરા એક સમયે મહાત્મા ગાંધીના નામ પરથી ઓળખાતુ હતું. મહાત્મા ગાંધીને આ જ શહેરમાંથી ચરખો મળ્યો હતો. જોકે સમય જતાં આ શહેરની ઓળખ ધૂમિલ થઈ ગઈ. 2002થી શહેરની ઓળખ ગોધરાકાંડ અને ગુજરાતના રમખાણોથી થાય છે. આ શહેર પર એક એવો ડાઘ છે જે ભાગ્યે જ ભૂંસી શકાશે. આજે આ ઘટનાને 21 વર્ષ વીતી ગયા છે પરંતુ ગોધરા કાંડ અને ગુજરાત રમખાણોમાં અસરગ્રસ્ત લોકોના ઘા આજ સુધી રૂઝાયા નથી. ગુજરાતના ઈતિહાસમાં આ દિવસ કાળા અક્ષરોએ લખાયો હતો. આ દિવસે ગોધરાની છબી વિશ્વ પટલ ઉપર છવાઈ ગઈ હતી. જેને ગુજરાતીઓ ગોધરા કાંડ તરીકે હમેશા યાદ કરશે.21 વર્ષ પહેલા 2002માં આજના દિવસે ગોધરાકાંડની ઘટના બની હતી. ત્યારબાદ 27 ફેબ્રુઆરીનો દિવસ એક દુ:ખદ ઘટના સાથે ઈતિહાસના પાનામાં નોંધાયો. આ દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપવામાં આવી હતી. ગુજરાતના ગોધરા સ્ટેશનથી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને ઉશ્કેરાયેલા ટોળાએ આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular