Tuesday, October 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જનતાના જનાર્દનનો આભાર માનતી ભાજપની વિજય સભા

જામનગરની જનતાના જનાર્દનનો આભાર માનતી ભાજપની વિજય સભા

જામનગરની જનતાનો વિશ્વાસ જાળવી રાખવામાં ભાજપની ટીમ સફળ રહી- આર.સી.ફળદુ : જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો અને ભાજપ નક્કી કરેલ ધ્યેયને સફળ સાર્થક કરી શક્યું- ધર્મેન્દ્રસિંહ જાડેજા : શહેરમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા અને જનતાની સેવા કરવાનું વચન આપતા ડૉ. વિમલ કગથરા : આવું ભવ્ય પરિણામ પહેલી વખત જામનગર શહેરે જોયું- પુનમબેન માડમ :જનતાએ ભાજપને 78% મત અપાવીને ભવ્ય વિજય અપાવ્યો- હસમુખભાઈ હિંડોચા

- Advertisement -

જામનગર મહાનગર પાલિકાની 64 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીએ 50 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. ગત ટર્મ કરતા ભાજપને આ વખતે 12 સીટો વધુ મળી છે. અને વિપક્ષને વધુ નબળું બનાવ્યું છે. જામનગરની જનતાએ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. જેના અનુસંધાને અને જનતાનો અભાર વ્યક્ત કરવા માટે જામનગરના ચાંદી બજારમાં ગત રાત્રીના રોજ 8:30 કલાકે ભાજપની વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના નેતાઓ, ચૂંટાયેલા ઉમેદવારો સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને જનતા જનાર્દનનો અભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

જામનગરમાં ભાજપને 12 સીટોના વધારા સાથે 64 સીટો પૈકી 50 સીટો પર જીતાડવા માટે ભાજપે વિજય સભામાં જનતાનો અભાર વ્યક્ત કર્યો હતો. અને ભાજપા જામનગર શહેર પ્રમુખ ડૉ.વિમલ કગથરાએ ભાજપના જીતેલા તમામ ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી. અને શહેરમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા અને જનતાની સેવા કરવાનું વચન આપ્યું હતું. તેમજ ભાજપને જીતાડવા બદલ જામનગરની જનતાનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

જામનગર અને દેવભૂમિ દ્રારકાના સાંસદ પુનમબેન માડમે જામનગરની જનતાનો તેમજ ચૂંટાયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. જેમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ અધ્યક્ષ, ચૂંટણી ઇન્ચાર્જ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ, વસુબેન તથા ચારે મહામંત્રીઓ અને મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ મેયર અને અધ્યક્ષ તેમજ કેબીનેટ મંત્રી અને રાજ્યમંત્રીનો અભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું કે આવું ભવ્ય પરિણામ પહેલી વખત જામનગર શહેરે જોયું છે. જે બદલ શહેરની જનતાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

કેબીનેટ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે જામનગરની જનતાનો વિશ્વાસ જાળવી રાખવામાં ભાજપની ટીમ સફળ રહી છે.તેઓએ જણાવ્યું કે લોકશાહીમાં પ્રજાનો વિશ્વાસ જાળવવોએ અત્યત આવશ્યક છે.વિશ્વાસ જાળવી રાખવો ખુબ કઠીન છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ તલવારની ધાર પર ચાલીને એક આદર્શ મંત્રણા કંટારીને તેના પર ચાલતા ચાલતા 7 દાયકા વિતાવ્યા છે.ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો આજે પણ સમાજમાં સમાજ દર્શન કરે છે. તેમ આરસી ફળદુએ જણાવ્યું હતું.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુ ભા જાડેજા) એ મહાદેવ હરના નારા સાથે વિજય સભાને સંબોધિત કરી હતી. તેમજ કેબીનેટ મંત્રી અને જામનગર અને દ્રારકાના સાંસદ પૂનમબેન માડમ અને ભાજપને ભવ્ય વિજય અપાવવામાં મદદરૂપ થયેલ ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, હસમુખ હિંડોચા, તેમજ પૂર્વ મેયરનો અભાર વ્યક્ત કર્યો હતો. અને ભાજપની જીતને જામનગરની જનતા જનાર્દનની જીત ગણાવી હતી. ભાજપે કહ્યું હતું કે જામનગરમાં 50 સીટ ભાજપની આવશે અને જામનગરની જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો અને ભાજપ નક્કી કરેલ ધ્યેયને સફળ સાર્થક કરી શક્યું. તે બદલ જામનગરની જનતાને અભિનંદન આપ્યા હતા.

- Advertisement -

જામનગરના પૂર્વ ભાજપા અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ જણાવ્યું હતું કે જામનગરની જનતાએ ભાજપને 78% મત અપાવીને ભવ્ય વિજય અપાવ્યો છે. તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular