Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતલોકસભા 2024 માટે ભાજપાની 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

લોકસભા 2024 માટે ભાજપાની 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

વડાપ્રધાન વારાણસીમાંથી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાંથી, સી આર પાટીલ નવસારીમાંથી, જામનગરમાંથી ત્રીજી વખત પૂનમબેન માડમને રીપીટ કરાયા, રાજકોટમાંથી પુરૂષોત્તમ રૂપાલા અને પોરબંદરમાંથી મનસુખ માંડવિયા : પુનમબેનની ટીકીટ ફાઈનલ થતા કાર્યકરોમાં ઉત્સાહ : ફટાકડા ફોડી ઉજવણી

- Advertisement -

2024 લોકસભાની ચૂંટણી માટે આજે ભાજપા દ્વારા પત્રકાર પરિષદમાં 195 ઉમેદવારોની પ્રથમ યાદી સતાવાર જાહેર કરવામાં આવી છે. આ ઉમેદવારોની યાદીમાં 34 કેન્દ્ર મંત્રી, 28 મહિલા અને 47 યુવા ઉમેદવાર તથા વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિતના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 12 જામનગર લોકસભા માટે ત્રીજી વખત પૂનમબેન માડમને ટિકિટ આપવામાં આવી છે.

- Advertisement -

આગામી 2024 લોકસભાની ચૂંટણી સંભવિત એપ્રિલ માસમાં યોજાનાર છે અને આ ચૂંટણી માટે સંપૂર્ણ બહુમત મેળવવાના વિશ્ર્વાસ સાથે ભાજપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે સાંજે નવી દિલ્હી ખાતે ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ યાદી 195 બેઠકના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ નામો પૈકીના 34 કેન્દ્રીય મંત્રીઓના, 28 મહિલાઓના તથા 47 યુવાઓના નામો જાહેર કરાયા છે. જેમાં ગુજરાતની 15 બેઠકોના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડશે તેમજ રાજ્યના 15 ઉમેદવારોમાં ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક, અમદાવાદ પશ્ર્ચિમમાં દિનેશ મકવાણા, કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા, પોરબંદરમાં મનસુખ માંડવિયા અને જામનગર બેઠક ઉપર ત્રીજી વખત પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યાં છે.

તેમજ આણંદમાંથી મિતેશભાઈ પટેલ, ખેડામાંથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ, દાહોદમાંથી જશવંતસિંહ ભાભોર, ભરૂચમાંથી મનસુખ વસાવા, બારડોલીમાંથી પ્રભુભાઈ વસાવા અને નવસારીમાંથી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular