Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયજયપુરમાં ભાજપની ચિંતન શિબિર પ્રધાનમંત્રી મોદીએ આપ્યો વિજયમંત્ર

જયપુરમાં ભાજપની ચિંતન શિબિર પ્રધાનમંત્રી મોદીએ આપ્યો વિજયમંત્ર

પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું : દેશ સામેના પડકારોનો સામનો કરવા હાકલ

- Advertisement -

રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓને સંબોધિત કર્યા હતા. બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણે દેશ સામેના પડકારોનો સામનો કરવાનો છે.

- Advertisement -

પીએમ મોદી પોતે જયપુર ગયા નથી, પરંતુ તેમણે આ મિટિંગમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના પદાધિકારીઓની આ બેઠકમાં ભાજપના તમામ મોટા નેતાઓ પહોંચી ગયા છે. નડ્ડાએ દીપ પ્રગટાવીને આ બેઠકની શરૂઆત કરી હતી. જેપી નટ્ઠા ઉપરાંત સતીશ પુનિયા પણ મંચ પર હાજર હતા. પીએમ મોદીના સંબોધન પહેલા નઠ્ઠાએ ગેહલોત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે ગેહલોત સરકારના કુશાસનને કારણે રાજસ્થાનનું નામ બદનામ થઈ રહ્યું છે. ભાજપ આવી સરકારોના કામનો પર્દાફાશ કરશે. રાજસ્થાનમાં ભાજપનું કમળ ખીલે તે માટે કામ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે આપણે આ પાર્ટીનું સ્વરૂપ અને સ્વભાવ જોઈએ છીએ, ત્યારે આપણને ગર્વ થાય છે, પરંતુ હું પાર્ટીના તમામ લોકોને નમન કરું છું જેમણે તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, મારા મનમાં એ વાત રહેશે કે હું પોતે રાજસ્થાન પહોંચી શક્યો નથી. 21મી સદીનો સમય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ આજે ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. તેવી જ રીતે ભારતમાં ભાજપ પ્રત્યે લોકોનો વિશેષ લગાવ જોવા મળે છે. આપણે દેશની જનતાની અપેક્ષાઓ પૂરી કરવાની છે. દેશની સામે જે પડકારો છે, આપણે દેશના લોકો સાથે મળીને દરેક પડકારનો સામનો કરવો પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular