દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે આવતીકાલે રાજ્યના ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ તથા ભાજપ આગેવાનો દ્વાર દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણની સાથે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમભાઇ જોગલ, મહામંત્રીઓ મયૂરભાઇ ગઢવી, શૈલેષભાઇ કણજારીયા તથા દ્વારકા ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ બુજડની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં શણગારેલા ઘોડેશ્ર્વાર તથા ઉંટ સાથે બેનડ પાર્ટી 150 વેદપાઠી કુમારો દ્વારા 2100 યુવાનોનો દિક્ષાંત સમારોહ જે તમામને સાફો બાંધીને રાષ્ટ્રવાદના વિચારો તથા પંડિત દિન દયાળ ઉપાધ્યાય તથા શ્યામાપ્રસાદ મુખરજીના સિધ્ધાંતો સાથે રાષ્ટ્રવાદના વિચારોની દિક્ષા સાથે પ્રતિજ્ઞા સંકલ્પ થશે.
દ્વાકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ તથા તેમની ટીમ દ્વારા ખાસ આયોજન કર્યા મુજબ ભાજપ રાજ્ય પ્રમુખ સી.આર. પાટીલની રક્તતુલા કરવામાં આવશે તથા દ્વારકા જિલ્લાના શહેરો તથા ગામોના ભાજપના કાર્યકરો દ્વારા પ્રધાનમંત્રી વિમા યોજનામાં હજારોના ફોર્મ ભરાયા તે ફોર્મની પણ રાજ્ય પ્રમુખની તુલા કરવામાં આવશે.
દ્વારકા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લાના તમામ શહેરો પાલિકા વિસ્તારો તથા ગામોમાંથી ભાજપ કાર્યકરો આવશે. સુરતથી 50 જેટલી બસોમાં કાર્યકરો ઉપસ્થિત થશે. આ ઉપરાંત રાજ્યમાં મંત્રીઓ રાઘવજીભાઇ પટેલ, દેવાભાઇ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ વાઘાણી, કનુભાઇ દેસાઇ, રાજ્ય ભાજપના મંત્રી રઘુભાઇ હુંબલ, બીનાબેન આચાર્ય (મંત્રી ભાજપ રાજ્ય તથા રાજકોટના પૂર્વમેયર), સાંસદ પૂનમબેન માડમ, મુળુભાઇ બેરા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા તથા સાંસદ ભારતીબેન શિયાળ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહેશે. જ્યાં કાર્યક્રમ છે તે આહિર સમાજ તથા દ્વારકા જતાં રસ્તાઓ પર ઠેર-ઠેર સ્વાગત બોર્ડ, સ્વાગત સાથે સુશોભન કરવામાં આવ્યું છે.
દ્વારકામાં આવતીકાલે ભાજપ દ્વારા મંદિરે નૂતન ધ્વજારોહણ
ભાજપ પ્રમુખ સી.આર. પાટિલની રક્ત તુલા : 2100 યુવાનો સાફો પહેરી દીક્ષા લેશે : મોટી સંખ્યામાં મંત્રીઓની ઉપસ્થિતિ