Friday, December 13, 2024
Homeરાષ્ટ્રીયજીતેલા ચારેય રાજયોમાં ભાજપે મુખ્યમંત્રી રિપીટ કર્યા

જીતેલા ચારેય રાજયોમાં ભાજપે મુખ્યમંત્રી રિપીટ કર્યા

શું ગુજરાતમાં પણ આવું થશે ? : ઉત્તરાખંડમાં ધામી હાર્યા છતાં મુખ્યમંત્રી બન્યા : આગામી વિધાનસભા ચૂંટણી પર રહેશે નજર

- Advertisement -

તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતેલા ચારેય રાજયોમાં મુખ્યમંત્રી માટે રિપીટ થિયેરી અપનાવી છે. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર ધામી ચૂંટણી હારી ગયા હોવા છતાં તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જયારે ઉત્તરપ્રદેશ, મણિપુર અને ગોવામાં મુખ્યમંત્રીને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પણ ચર્ચા અને અટકળોનો દોર શરૂ થયો છે. ગુજરાતમાં ભાજપ જીતશે તો શું અહીં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કરવામાં આવશે ? કે અન્ય કોઇને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. તે ચર્ચાએ જોર પકડયું છે. ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચારમાં ભાજપે જીત મેળવી હતી. જેને પગલે હાલ આ રાજ્યોમાં ભાજપની સરકારનું ગઠન થયું છે. આ રાજ્યોમાંથી મણીપુરમાં મુખ્યમંત્રી પદે એન. બિરેન સિંહે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અગાઉ પણ મણીપુરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. એન. બિરેનસિંહની સાથે સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ કેબિનેટ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. તેમને રાજ્યપાલ લા ગણેસને શપથ અપાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરેનસિંહને ટ્વીટ કરીને શુુભકામના પણ પાઠવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે મને પુરો વિશ્ર્વાસ છે કે બિરેનસિંહ અને તેમની ટીમ મણીપુરને એક નવી ઉંચાઇ પર લઇ જશે. મણીપુરની જેમ જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ અગાઉ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. છેલ્લા 11 દિવસથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. તેમની શપથવિધીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, મિનાક્ષી લેખી અને પ્રહલાદ જોશી પણ જોડાયા હતા. ધામીની આગેવાનીમાં જ ભાજપે ઉત્તરાખંડની ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી. ઉત્તરાખંડમાં ભાજપને 70માંથી 47 બેઠક મળી હતી.  ત્રીજા રાજ્ય ગોવામાં પણ ભાજપે જીત મેળવી હતી, ગોવામાં પ્રમોદ સાવંતને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. આ માટે તેઓને હાલ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular