Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતભાજપ પ્રમુખની ઘોષણા એક પણ પૂર્વ મેયરને ટિકીટ નહીં

ભાજપ પ્રમુખની ઘોષણા એક પણ પૂર્વ મેયરને ટિકીટ નહીં

- Advertisement -

આજ સાંજ સુધીમાં રાજયની છ મહાપાલિકામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવશે. આ યાદી જાહેર થાય તે પહેલાં પક્ષ દ્વારા લેવામાં આવેલાં નિર્ણયો અંગેની જાણકારી આપતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલે જણાવ્યું હતું કે, રાજયમાં એક પણ પૂર્વ મેયરને ટિકીટ આપવામાં આવેલ નથી. ઉપરાંત 3 ટર્મથી કોર્પોરેટર રહેલાંને પણ ટિકીટ આપવામાં આવશે નહીં. આજે જાહેર થનારી યાદીમાં સૌથી પહેલી યાદી જામનગર મહાપાલિકાના ઉમેદવારોની જાહેર કરવામાં આવશે.

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ દ્રારા આજે પ્રેસકોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેઓએ કહ્યું કે લોકશાહી પદ્ધતિથીપારદર્શક રહીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.અને સ્થાનિક લેવલથી જ બેઠક દીઠ ત્રણ ત્રણની પેનલ બનાવવામાં આવી છે. 576 બેઠક પર એવરેજ 60 ટકા કાર્યકર્તાઓએ ટીકીટ માગી છે. આજે સાંજ સુધીમાં તબ્બકાવાર નામ જાહેર કરવામાં આવશે.

આવતીકાલે તમામ મનપાના ઉમેદવારો ફોર્મ ભરશે. સૌ પ્રથમ જામનગરની યાદી જાહેર કરવામાં આવશે. ત્રણ ટર્મથી રહેલા કોઈપણ કોર્પોરેટરોને ટીકીટ આપવામાં આવશે નહી.576 ઉમેદવારોમાં 50 ટકા મહિલાઓ અને 50 ટકા પુરુષનો સમાવેશ કરવામાં આવ્યો છે.576 ઉમેદવારોના નામ ઈમેઈલથી જાહેર કરવામાં આવશે. તમામ પૂર્વ મેયરોને ટીકીટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.ભાજપની યાદીમાં મોટાભાગના યુવા ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. 60 વર્ષ વિતાવી ચુકેલાઓને ટીકીટ આપવામાં આવશે નહી. ભાજપના ઉમેદવારોની સરેરાશ ઉંમર 50 વર્ષથી ઓછી છે તેને ટીકીટ આપવામાં આવી છે. યુવાનોને તક મળે તે માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવું સીઆર પાટીલ દ્રારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular