- Advertisement -
ગુજરાત રાજ્યના કદાવર નેતા અને ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું તાજેતરમાં ખંભાળિયામાં આગમન થયું હતું. સરળ સ્વભાવના અને ડાઉન ટુ અર્થ મનાતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ખંભાળિયાના યુવા આગેવાન તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેરના નિવાસ સ્થાને તેમની ખાસ મુલાકાતે ગયા હતા.
તેમની સાથે પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ, જામનગરના મહામંત્રી મેરામણભાઈ ભાટુ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહા મંત્રી યુવરાજસિંહ વાઢેર સહિતના આગેવાનો, કાર્યકરોએ વનરાજસિંહ વાઢેર સાથેની ખાસ મુલાકાતમાં શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
- Advertisement -