લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામમાં રહેતા અને આરબલુસ તાલુકા પંચાયતના સભ્ય તથા લાલપુર તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેનનું બુધવારે વાહન અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકા પંચાયતની આરબલુસ બેઠકના ભાજપના સભ્ય અને લાલપુર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પુર્વ ચેરમેન આલસુરભાઇ ડાયાભાઇ ખરા (ઉ.વ.63) (રહે. સેવકધુણિયા, તા. લાલપુર) નામના વૃઘ્ધ ગત્ તા. 27ના રોજ સેવક ધુણિયા પાસે થી બાઇક પર જતાં હતા ત્યારે અકસ્માત થતાં શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું બુધવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. મૃતક નિવૃત પીએસઆઇ આર.વી. રાઠોડના કાકાજી સસરા થાય છે. તાલુકા પંચાયતના સભ્યના મોતથી પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


