Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ભાજપ ઇલેકશન મોડમાં

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ ભાજપ ઇલેકશન મોડમાં

જામનગર સહિત રાજ્યની 26 લોકસભા બેઠકોના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ: ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકશે : રાજ્યમાં ફરી એક વખત ક્લિનસ્વીપ કરવાનો ભાજપનો ધ્યેય

- Advertisement -

અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ ભાજપ ઇલેકશન મોડમાં આવી ગયું છે. રાજ્ય લોકસભાની તમામ 26 બેઠકો જીતનાર ભાજપ ફરી એકવાર રાજ્યમાં ક્લિનસ્વીપ કરવાના ધ્યેય સાથે સક્રિય થયું છે. રાષ્ટ્રિય અધ્યક્ષની ઉપસ્થિતિમાં જામનગર સહિત તમામ લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ લોકસભા ર024 ચૂંટણીઓની તૈયારીઓનો પ્રારંભ થયો છે.

- Advertisement -

આજરોજ ભાજપા દ્વારા 12-જામનગર લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ તકે સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાત ભાજપ ફરી ચૂંટણી કામે સક્રિય થયુ છે. 26 પૈકી 26 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આદરી છે. આજે ભાજપ બધીય લોકસભા બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરશે. ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદ આવી પહોચ્યા છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી પડયુ છે. આ વખતે ભાજપ મોદી કી ગેરંટી ના નારાં સાથે ચૂંટણી મેદાને ઉતરવા માંગે છે. પહેલીવાર એવુ થઇ રહ્યુ છેકે, ઉમેદવારની ઘોષણા થાય તે પહેલાં ભાજપ લોકસભા મત વિસ્તાર દીઠ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરુ કરવા જઇ રહ્યુ છે.

- Advertisement -

આજે અમદાવાદમાં એસજી હાઇવે સ્થિત જલસા પાર્ટી પ્લોટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા લોકસભા બેઠક મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લો મૂકશે. વર્ષ 2014, વર્ષ 2019માં ગુજરાતમાં ભાજપે 26 માંથી 26 લોકસભાની બેઠકો પર વિજય મેળવ્યો હતો. વર્ષ 2024માં ય ભાજપ હેટ્રીક સર્જવા માંગે છે. તે જોતા ગુજરાત ભાજપે ચૂંટણી જીતવા આગોતરુ આયોજન કર્યુ છે. આ વખતે ભાજપ કોઇપણ જોખમ ખેડવા તૈયાર નથી જેના પગલે આ વખતે પણ વિધાનસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પેજ કમિટીના પેટર્નથી ચૂંટણી જીતવા આયોજન કરાયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular