જામનગરમાં આજરોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેર ભાજપ તથા જામનગર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ તકે ભાજપ-કોંગ્રેસના હોદ્ેદારો, આગેવાનો તેમજ પટેલ સમાજના ભાઇઓ-બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરમાં પણ સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રણજીતનગર વિસ્તારમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જામનગરના મેયર વિનોદભાઇ ખિમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઇ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરો ધીરેનભાઇ મોનાણી, અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, પૂર્વ શહે ભાજપ પ્રમુખ અને ગોવા શિપ યાર્ડના ચેરમેન હસમુખભાઇ હિંડોચા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દાસાણી સહિતના હોદ્ેદારો, કોર્પોરેટરો, અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં.જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો. વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, અનિલ રાઠોડ ઉપરાંત આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ સહિતના હોદ્ેદારો અગણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.