દેશ આજે 71માં સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યો છે. ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા 26 નવેમ્બર 1949માં ભારતનું બંધારણ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા વર્ષ 2015થી દર વર્ષે 26 નવેમ્બરના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ જામનગરમાં ભાજપ દ્વારા પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ અનુસુચિત જાતી સેલ દ્વારા પણ બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી.
જામનગર શહેર ભાજપ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના બંધારણનું પુજન કરી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પદયાત્રા યોજી હતી. આ તકે,જામનગર જિલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, મેયર બિનાબેન કોઠારી,સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોંલકી, મનહરભાઇ ઝાલા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, કોર્પોરેટરો, વિવિધ મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ અનુસુચિત જાતી સેલ દ્વારા પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા), જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જિવણભાઇ કુંભારવડિયા, કર્ણદેવસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી, આનંદ ગોહિલ, નુરમામદ પલેજા, કોંગ્રેસ અગ્રણી, સહારાબેન મકવાણા, વગેરે ઉપસ્થિત રહી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તથા કેક કાપી સંવિધાન દિવસની ઉજવણી કરી હતી.