જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો વ્યસ્ત થયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે રાજકીય પક્ષોએ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ જિલ્લા તથા તાલુકા પંચાયતની બેઠકોનું મતદાન યોજાનાર છે. જિલ્લા તથા તાલુકા પંચાયતના ઉમેદવારી ફોર્મની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી જેને ધ્યાને લઇ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરી રહ્યાં છે. આજે ગુજરાત ્રપદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતો જેમાં જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
જામનગર તાલુકા પંચાયતની 23 સીટના ઉમેદવારો, લાલપુર તાલુકા પંચાયતની 15 સીટના ઉમેદવારો, કાલાવડ તાલુકા પંચાયતની 18 સીટના ઉમેદવારો, જોડિયા તાલુકા પંચાયતની 16 સીટના ઉમેદવારો તેમજ જામજોધપુરની 16 સીટના ઉમેદવારો અને ધ્રોલની 16 સીટના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી છે.