જોડિયા તાલુકાના ખીરી ગામના પાટીયા પાસેથી અજાણી મહિલાએ તરછોડેલુ નવજાત શીશુ મળી આવતા પોલીસે ગુનો નોંધી મહિલાની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભાની સીમમાં આવેલા આજી નદી 4 માં કોઇ અજાણી મહિલા નવજાત શિશુને તરછોડીને નાશી ગઈ હતી. આ અંગે જિતેન્દ્ર વઘોરા દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી નવજાત શિશુને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.