રાજ્યમાં આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. અગાઉ આ પરીક્ષા ત્રણ વખત રદ થયા બાદ આજે ફરી ચોથી વખત ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર પરીક્ષાનું અયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન લેવાનાર પરીક્ષા માટે ઉમેદવારો 8 વાગ્યાથી કેન્દ્રો પર પહોંચવા લાગ્યા હતા. 2018માં જાહેર કરાયેલી આ ભરતી પ્રક્રિયાની પરીક્ષા અત્યાર બે વખત રદ કરાઈ છે, જ્યારે એકવાર મોકૂફ રખાઈ છે. જામનગરમાં 71 કેન્દ્રો ઉપર 772 બ્લોકમાં 23000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વરચે પરીક્ષા યોજાઈ હતી.