Tuesday, December 24, 2024
Homeરાજ્યબે બાઈક અથડાતા અકસ્માત, બાઈકસવારનું હૃદયરોગના હુમલાથી મોત

બે બાઈક અથડાતા અકસ્માત, બાઈકસવારનું હૃદયરોગના હુમલાથી મોત

- Advertisement -

મોટાવડાથી કાલાવડ તરફના માર્ગ પરથી પસાર થતા બાઈક સવારને આણંદપર-નિકાવા વચ્ચે એક બાઈક સાથે અથડાયા બાદ બાઈકસવાર કાલાવડ જતો હતો ત્યારે રાત્રિના સમયે નદીની ભેખડ નીચે પડી જતા સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મોટાવડા ગામમાં રહેતો રમેશ પમાભાઈ પરમાર (ઉ.વ.46) નામનો મજૂરીકામ કરતો યુવાન જીજે-03-એફઆર-8734 નંબરના બાઈક પર ગત શનિવારે તા.9 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં તેના ગામથી કાલાવડ તરફ જતો હતો ત્યારે આણંદપર-નિકાવા વચ્ચે જીજે-03-એલપી-3111 નંબરના બાઈકચાલક સાથે સામાન્ય અકસ્માત થતાં પડી ગયો હતો ત્યારબાદ રમેશ તેનું બાઈક લઇને કાલાવડ જતો હતો ત્યારે સ્વીફટ કારચાલકે બાઈક ઉભુ રાખવાનું કહેતા રમેશ બાઈક લઇને નાસતો હતો ત્યારે નિકાવા પાસેના કાચા રસ્તે નદીની ભેખડ નીચે બાઈક સાથે પટકાતા બેશુધ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ યુવાનને કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું તબીબોેએ જાહેર કર્યુ હતું.
આ અંગેની જાણના આધારે પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ દિપકના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular