જામનગરના ભંગારબજાર રોડ પર આજે બપોરે બે તરૂણ જુદા-જુદા એક્ટિવા પર પસાર થતા હતા ત્યારે એક એક્ટિવામાં પેટ્રોલ ખલાસ થઇ જતા તે સ્કૂટર ઉભુ રહી ગયું હતું. તે સ્કૂટરને પાર્ક કરી તેનો ચાલક તરૂણ સાથે રહેલા બીજા તરૂણના સ્કૂટર પર બેસવા જતો હતો ત્યારે જે તે બન્ને તરૂણના કમનસીબે ત્યાંથી એક અન્ય વ્યકિત પસાર થઇ હતી અને તેણે પોતાનું ઉઠાંતરી થઇ ગયેલું સ્કૂટર આ તરૂણ પાસે જોઇ પૂછપરછ કર્યા પછી એલસીબીને જાણ કરતાં એલસીબીનો કાફલો દોડી આવ્યો હતો. ઉપરોકત તરૂણોએ સંભવિત રીતે તે બન્ને સ્કૂટરની ઉઠાંતરી કરી હોવાની આશંકા સાથે બન્નેની પૂછપરછ શરૂ કરાઇ છે.