લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતાં પ્રૌઢ રવિવારે સાંજના સમયે તેના બાઇક પર વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે ભણગોર ગામના પાટીયા નજીક પાર્ક કરેલા ટે્રકટરની ટ્રોલી સાથે અથડાતા અકસ્માતમાં પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના સણોસરી ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા દેવશીભાઈ અરજણભાઈ બરાઈ (ઉ.વ.56) નામના પ્રૌઢ રવિવારે સાંજના સમયે તેના જીજે-10-સીડી-6601 નંબરના બાઇક પર ખેતરેથી ઘર તરફ જતાં હતાં ત્યારે ભણગોર ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવતા પાર્ક કરેલા ટે્રકટરની ટ્રોલી સાથે અથડાતા અકસ્માતમાં પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકનભાઈ કેશુભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન.જાડેજા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.