Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડના જશાપર નજીક કારે ઠોકરે ચડાવતા બાઈકસવાર યુવાનનું મોત

કાલાવડના જશાપર નજીક કારે ઠોકરે ચડાવતા બાઈકસવાર યુવાનનું મોત

અકસ્માતમાં રાજકોટના આશાસ્પદ યુવાનના મોતથી સોની પરિવારમાં શોકનું મોજું : અકસ્માત બાદ ચાલક કાર લઇ નાશી ગયો : પોલીસ દ્વારા ચાલકની શોધખોળ

- Advertisement -

કાલાવડ તાલુકાના જશાપર ગામ નજીકથી પસાર થતા એકટીવા ચાલકને પૂરઝડપે બેફીકરાઇથી આવતી કારે ઠોકર મારી હડફેટે લેતા એકટીવા સવાર રાજકોટના સોની યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટમાં સોરઠીયા વાળી શેરી નં.1 વિસ્તારમાં રહેતાં અંકિત અશ્ર્વિનભાઈ છત્રાલા (ઉ.વ.30) નામનો સોની યુવાન શુક્રવારે સાંજના સમયે રાજકોટથી તેના જીજે-03-જેએસ-3198 નંબરના એકટીવા મોટરસાઈકલ પર કાલાવડ તરફ આવતો હતો ત્યારે જશાપર ગામ નજીક પહોંચ્યો ત્યારે રાજકોટ તરફથી પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-03-ઇઆર-8482 નંબરની અર્ટીગા કારના ચાલકે એકટીવાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં અંકિતને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારજનોને જાણ કરતા મૃતકના પિતરાઇ પ્રકાશ ભીંડી નામના યુવાનના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular