જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનથી મીગ કોલોની તરફ જતા રસ્તામાંથી પોલીસે બાઈકસવારને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની પાંચ બોટલ મળી આવતા રૂા.1,07,500 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પ્રદર્શન મેદાનથી મીગ કોલોની તરફ જવાના માર્ગ પરથી જીજે-10-ડીપી-5513 નંબરના બાઈક પર પસાર થતા ઈન્દ્રજીતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે એક લાખની કિંમતની બાઈક અને રૂા.5000 નો એક મોબાઇલ અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.1,07,500 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.