સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એસ.એસ દ્વારા આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરની ડી.કે.વી કોલેજ થી પ્રારંભ થયેલી આર તિરંગા સાથેની બાઈક રેલી એમ પી શાહ કોમર્સ કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી. આ બાઇક રેલીમાં એનએસએસના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર જિલ્લાના એનએસએસ કોર્ડીનેટર ડો. સોનલ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું