અકસ્માતના બનાવ અંગે મળતી વિગત મુજબ ગત્રાત્રીએ જામનગર શહેર નજીક લાલપુર બાયપાસ પાસેથી સીરાઝ ઇકબાલ જુણેજા (ઉ.વ.32) નામનો યુવાન નોકરી પરથી પોતાના ઘરે જવા રવાના થયા હતા. જ્યારે રોડ ક્રોસ કરતી વેળાએ સિરાજ જુણેજાને એક એક્ટિવા મોટરસાયકલ ચાલકે ઠોકર મારી રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગસ્ત સિરાજભાઇને સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇજાગસ્ત યુવાનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા છે. ઇજાગ્રસ્તના પરિવારજનો દ્વારા પંચકોષી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


