દેશના અગ્રણી પેમેન્ટ બેન્કો માંથી એક પેટીએમ પેમેન્ટ બેંકને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે પેટીએમ પેમેન્ટ બેંક લીમીટેડને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક હાલમાં તેના પ્લેટફોર્મ પર કોઈપણ નવા ગ્રાહકોને ઉમેરી શકશે નહીં.
આ સાથે, કેન્દ્રીય બેંકે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના આઇટી ઓડિટનો આદેશ આપ્યો છે. આઈટી ઓડિટનો અર્થ એ છે કે કંપનીનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સોફ્ટવેર કેટલા ગ્રાહકોનો બોજ ઉઠાવવા સક્ષમ છે, તેમાં શું ખામીઓ છે અને તે શા માટે આવી રહી છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે.રીઝર્વ બેંકનું કહેવું છે કે બેંકની કામગીરીની સમીક્ષા દરમિયાન તેને કેટલીક મોનિટરિંગ ચિંતાઓ ધ્યાનમાં આવી, જેના આધારે તેણે આ નિર્ણય લીધો છે.
આરબીઆઈના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે આ સંદર્ભે જારી કરેલા આદેશમાં ઉપરોક્ત સૂચનાઓ આપી છે. તેમણે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, બેંકને તેની IT સિસ્ટમ્સનું વ્યાપક સિસ્ટમ ઑડિટ કરવા માટે IT ઑડિટ ફર્મની નિમણૂક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. Paytm Payments Bank Ltd. દ્વારા નવા ગ્રાહકોનો ઉમેરો IT ઓડિટર્સના રિપોર્ટની સમીક્ષા પછી RBI દ્વારા આપવામાં આવેલી ચોક્કસ પરવાનગીને આધીન રહેશે.