Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયએલપીજી સીલીન્ડરના ભાવમાં મોટો વધારો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

એલપીજી સીલીન્ડરના ભાવમાં મોટો વધારો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

- Advertisement -

દેશની અર્થવ્યવસ્થા પર રશિયા-યુક્રેન યુદ્ધની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે. 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. હવે ઘરેલુ એલપીજીની કિંમત વધીને 949.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. વધેલી કિંમતો આજથી લાગુ થશે. આ પહેલા 6 ઓક્ટોબરે છેલ્લી વખત એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ઓઈલ કંપનીઓએ 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. ભાવવધારા બાદ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી 899.50 રૂપિયાથી વધીને 949.5 રૂપિયા થઈ ગઈ છે. એલપીજી સીલીન્ડર સહીત પટ્રોલ ડીઝલ, દૂધના ભાવમાં પણ વધારો થયો છે. જેના પરિણામે સામાન્ય અને મધ્યમવર્ગ મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે.

એલપીજી ગેસની કિંમતોમાં એકીસાથે રૂ.50નો વધારો ઝીંકી દેવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો શાકભાજી અને ખાદ્યતેલના ભાવમાં વધારો થતા રસોઈનો સ્વાદ હવે કડવો લાગશે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular