Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકેબિનેટ બેઠકમાં ખેડૂતો તેમજ બિન અનામત વર્ગ માટે લેવાયા મોટા નિર્ણયો

કેબિનેટ બેઠકમાં ખેડૂતો તેમજ બિન અનામત વર્ગ માટે લેવાયા મોટા નિર્ણયો

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે તેમજ મગફળીના ટેકાના ભાવ માટેના સમયમાં તથા બિન અનામત વર્ગ માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

- Advertisement -

ખેડૂતોને રવી સીઝન માટે સિંચાઈની સુવિધા પૂરી પાડવા ૩૦મી ઓક્ટોબરથી પાણી અપાશે. આ વખતે ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે સીઝન દરમિયાન છોડી દેવામાં આવશે આ માટે બેઠકમાં જ સબધિત અધિકારીને સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે.

મગફળી-ડાંગરની ટેકાના ભાવે ખરીદી માટે ૩૧ ઓક્ટોબર સુધી વધુને વધુ ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરાઈ છે. અને અત્યાર સુધીમાં મગફળીમાં ૨.૫૩ લાખ ખેડૂતો અને ડાંગરમાં ૩૭ હજાર ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

- Advertisement -

બિન અનામત વિભાગમાં 500 કરોડ રૂપિયાનું બજેટ આપવાનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.જે લોકોને સરકાર તરફથી અનામતનો લાભ નથી મળી રહ્યો  તેવા બિનઅનામત વર્ગના લોકો માટે રોજગારીની વધુમાં વધુ તકો ઊભી કરવામાં તેમજ જનરલ કેટેગરી વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય મળે તે માટે હવે વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે 500 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એજ્યુકેશન લોન, કોચિંગ સહાય, ભોજન બિલ સહાય સહિત  વિદેશમાં અભ્યાસની સહાય માટે અરજી કરી સરળ રીતે સરકારની યોજના લાભ પોર્ટલ મારફતે જનરલ કેટેગરીના લોકો સુધી પહોંચાડવામાં આવશે. 

ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ગ્રામ્યસ્તરે ઓનલાઇન ઉપલબ્ધ કરાવાશે જેમાં ડૂબલિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન તથા ડ્રાઇવિંગ લાયસન્સ રિપેલન્સમેન્ટની સુવિધા હવે પંચાયત વિભાગના ઈગ્રામ વિશ્વ ગ્રામ યોજના થકી લોકોને મળશે.

- Advertisement -

વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદી ખરીદી માટે ૨૦% વળતર ત્રણ માસ સુધી અપાશે. પોલીસ ગ્રેડ -પે આંદોલન મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. પોલીસ આંદોલન અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે ગૃહ રાજયમંત્રી વાર્તાલાપ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular