અફઘાનિસ્તાન સંકટ પર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને મંગળવારના રોજ અમેરિકાને સંબોધિત કર્યું હતું. તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનમાં બગડેલી સ્થિતિને લઇ બાઇડેને અશરફ ગની પર ઠીકરું ફોડ્યું. તેમણે કહ્યું કે અફધાનિસ્તાનને કઠિન સ્થિતિમાં મૂકીને ગની દેશ છોડી ભાગી ગયા. તેમને પ્રશ્ન પૂછવો જોઇએ કે તેઓ લડ્યા વગર અફઘાનિસ્તાન છોડી કેમ ભાગી ગયા?
રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અચાનક બધ્લાઇ અને ત્યાં સ્થિતિ ગંભીર છે. તેમણે અમેરિકન સેનાને પાછી બોલાવી લેવાને નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેમણે કહ્યું ક અમારી સેના સતત લડવાનું જોખમ ઉઠાવી શકતી નથી. તેમણે કહ્યું કે હું એ વાતને લઇ પહેલાં સ્પષ્ટ રહ્યો છું કે અમારી વિદેશ નીતિ માનવાધિંકારો પર કેન્દ્રિત રહી છે.
તેમણે કહ્યું કે અમેરિકાનો રાષ્ટપતિ ઈું અને તમને ભ્રમિત કરી શકું નહીં. મારા પછી પણ કોઇ રાષ્ટ્રપતિ અમેરિકન સેનાની અફઘાનિસ્તાનમાં તૈનાતી ચાલુ ના રાખત. અમેરિકન સૈનિકોના પરિવારોએ કેટલાંય પોતાના અફઘાનિસ્તાનમાં ગુમાવ્યા છે. અમે અમારી સેનાને સતત જોખમ ઉઠાવા માટે મોકલી શકીએ નહોં. તેમણે કહ્યું કે લોકો કહો રહ્યા છે કે અમે અહઘાનિસ્તાનમાં અયવચ્ય અભિયાન છોડી ધીધું છે પરંતુ હું જાણું છું કે મેં હંમેશાથી યોગ્યન નિર્ણય લેવાની કોશિશ કરી છે.
બાઇડેને અફઘાનિસ્તાનના નેતાઓ પર આરોપ મઢ્યા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના નેતા ત્યાંના લોકોના હિત માટે એક્જૂથ થવામાં નિષ્ફળ રહ્યા. તેઓ પોતાના દેશના ભવિષ્ય માટે સમજૂતી કરી શકયા નહોં. તેમણે કહ્યું કે અમેરિકન સેના જો અફઘાનિસ્તાનમાંથી હટતી નથી તો તેઓ આવું ક્યારેય ના કરત. તેમણે કહ્યું કે અમારા હરિક ચીન અને રશિયા ઇચ્છતા હતા કે અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાના કરોડો ડોલર બરબાદ ડરે.
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનનો વિવાદ અમેરિકાના હિંત સાથે જોડાયેલો નથી. દુનિયામાં બીજા કેટલાંય એવા મુદ્દા છે જેને નજર અંદાજ કરી શકાતા નથી તેને લઇ અમારી મહત્વની દિલચસ્પી છે. તેમણે કહ્યું કે હું અને મારી નેશનલ સિક્યોરિટી ટીમ અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજીકથી નજર બનાવી છે. અમે ઝડપથી અહોંથી લોકોને નીકાળી લઇશું.
અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેને પૂર્વ રાષ્પતિ ટ્રમ્પ પર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે એક મેના રોજ ડેડલાઇનને લઇ અમારા એગ્રીમેન્ટ બાદ પણ અફઘાનિસ્તાનથી અમેરિકન સેના પાછી બોલાવા માટે કોઇપણ સારો સમય નહોતો. સ્થિતિ જે પણ બની અચાનક બની છે. અફઘાનિસ્તાનની સેનાએ ઘૂંટણિયે ટેકવી દીધા, અડઘાની નેતા દેશ છોડીને ભાગી ગયા. અમે અફઘાનિસ્તાનમાં સ્પષ્ટ ઉદેશની સાથે ગયા હતા. આપણે અલકાયદાનો સફાયો ક્યો. આપણું મિશન રાષ્ટ્ર નિર્માણ’નું નહોતું. ટ્રમ્પના શાસનમાં 15 હજાર સૈનિક અફઘાનિસ્તાનમાં હતા અને અમારા સમયમાં 2000 સૈનિક અફઘાનિસ્તાનમાં છે.
રાષ્ટ્રપતિ બાઇડેને અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસીને લઇ ચાલી રહેલા ઓપરેશનની વચ્ચે તાલિબાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો અમેરિકન સૈનિકોને નુકસાન પહોંચ્યું તો તાલિબાનને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે અમે અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી નિકાળવાને લઇ ઓપરેશન ચલાવી રહયા છે. અમે તાલિબાનને સ્પષ્ટતા કરી દીધી છે કે, જો તેઓ અમારા કર્મીઓ પર હુમલો કરે છે અથવા તો અમારા ઓપરેશનમાં અડચણ પેદા કરે છે તો અમેરિકાની ઉપસ્થિતિ તેજ થશે અને તાલિબાનને ભારે કિંમત ચૂકવવી પડશે.
બાઇડને અમેરિકાની નિષ્ફળતાનું ઠીકરૂં અફઘાન શાસકો પર ફોડયું
દેશને સંબોધતા કહ્યું અફઘાન પ્રમુખ લડયા વગર જ ભાગી ગયા : સેના હટાવવાના નિર્ણય પર અડગ