રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા મળેલ સૂચના અન્વયે જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ લાવ પાન ઇન્ડીયા કેમ્પેઇન અન્વયે તા.14ના સવારે 08-00 કલાકે સાયકલ, સ્કુટર રેલી, પ્રભાત ફેરીનું રાધિકા એજયુકેરના સંયુક્ત ઉપક્રમે જાહેર જનતામાં બહોળા પ્રમાણમા કાનુની જાગૃતિ ફેલાય તે સબબ કોવિડ-19ના નિયમોને ધ્યાને રાખીને આયોજન કર્યુ હતુ આ રેલીમાં જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓ, જામનગર બારના વકીલો, પેરા લીગલ વોલેન્ટીયર્સ, પેનલ તથા રીટેઇનર એડવોકેટ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, સખી વન સ્ટોપ સેન્ટર, નશાબંધી ખાતુ, મહિલા 181 હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશન, સાઈકલ કલબના મેમ્બરો જોડાયા હતાં. આ રેલી સવારે 08-00 કલાકે સર્કિટ હાઉસથી શરૂ કરીને સાત રસ્તા-એસ.ટી. બસ સ્ટેન્ડ-જોલી બંગલા-દિગ્વીજય પ્લોટ-હવાઇ ચોક-સેન્ટ્રલ બેંક-ચાંદી બજાર-રતન બાઇ મસ્જીદ- રણજીત રોડ-બેડી નાકુ- પી.ડી.જે. બંગલો-અંબર ચોક્ડી-ઇન્દીરા માર્ગ-ગુરૂદ્વારા ચોકડી-લાલ બંગલો થઈ જિલ્લા ન્યાયાલય ખાતે સંપન્ન થઇ હતી.