જામનગરમાં રહેતો ગોવિંદભાઈ હમીરભાઈ નંદાણિયા (ઉ.વ.46)નામનો યુવાન પ્રદૂષણ બચાવવાના અભિયાન અંતર્ગત આજે સવારે છોટી કાશીથી કેદારનાથ સુધીની સાઈકલ યાત્રા શરૂ કરી હતી. યુવાન આશરે બે થી અઢી મહિને કેદારનાથ પહોંચે તેવી શકયતા છે. યુવાન જામનગરથી રવાના થયા બાદ રાજસ્થાન, દિલ્હી, યુ.પી., હરદ્વાર, કેદારનાથ, લડાક અને હિમાચલ પ્રદેશ સુધીની સાઈકલ યાત્રા કરશે. આ સાઈકલ યાત્રા દરમિયાન પ્રદૂષણ અટકાવવાનો સંદેશો સમગ્ર દેશમાં ફેલાવશે. દરરોજ 150 કિ.મી.ની સાઈકલ યાત્રા કરવાનો અંદાજ છે અને બે થી અઢી મહિને તેની આ યાત્રા પૂરી થઈ શકશે.