Wednesday, January 14, 2026
Homeરાજ્યગુજરાતભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ને આજે એક વર્ષ પૂર્ણ

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ને આજે એક વર્ષ પૂર્ણ

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ તકે મુખ્યમંત્રીએ ટિવટર પર પોસ્ટ કરીને રાજ્યની જનતાનો આભાર માન્યો છે. ટિવટર પર તેમણે લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના દિશા નિર્દેશનમાં લોકસેવાનો કામો કર્યા છે.

- Advertisement -

રાજયના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો હાથ ધરી ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી વિકાસને પહોંચાડયો છે. એટલું જ નહીં વંચિતો અને આદિવાસીઓને પણ વિકાસના સહભાગી બનાવવામાં આવ્યા છે.

પોતાની બીજી ટર્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અનેક કલ્યાણકારી યોજનાઓનો લાગુ કરવામાં અને તેની અમલવારી અગ્રેસર રહયા છે. એટલું જ નહીં લોકો માટે કામ કરતી સરકારની ઓળખ બનાવી છે. દાદાના હુલામણા નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ લગભગ તમામ વર્ગોમાં લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ઉભરી આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular