જામનગર જીલ્લામાં બે દિવસથી ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. શહેરના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ભોઈવાડા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે.
ભોયવાડા વિસ્તાર નાકાની બહાર અંદાજે 30 જેટલા લોકો પાણીમાં ફસાતા ફાયરની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્વાન અને પશુઓના પણ હાલ બેહાલ થયા છે.