Saturday, January 10, 2026
Homeરાજ્યલાંચ લેતા ઝડપાયેલા ભાટિયા પીએચસીના પૂર્વ તબિબને ત્રણ વર્ષની કેદ

લાંચ લેતા ઝડપાયેલા ભાટિયા પીએચસીના પૂર્વ તબિબને ત્રણ વર્ષની કેદ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ખાતે વર્ષ 2005માં એક દયાણ પાસેથી રૂા. 1,500 ની લાંચ લેતા રેડ હેન્ડેડ ઝડપાઈ ગયેલા પૂર્વ મેડિકલ ઓફિસર પવનસિંહ બળવંતસિંહ સિંગ સામે દ્વારકાની સેશન્સ તથા સ્પેશિયલ એસીબી સમક્ષ હાજર ન થતાં તેનું પકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. એકમ દ્વારા ડોક્ટર પવનસિંહ સિંગને ભોપાલ (મધ્ય પ્રદેશ) ખાતેથી ઝડપી લઇ ગઈકાલે સોમવારે દ્વારકાની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં જજ પી.એચ. શેઠની અદાલતમાં આરોપી ડોક્ટરને જુદી જુદી કલમ હેઠળ ત્રણ વર્ષની કેદ તથા રૂા. 10,000 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ડી.એસ. ત્રિવેદીએ દલીલો કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular