ભારતમાં 15 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. 15 થી 18 વર્ષના તરુણોને કોવેક્સિન આપી દીધા બાદ તેમને પેરાસિટામોલ અથવા પેઇન કિલર ન આપવાની ભલામણ વેક્સીન નિર્માતા ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી છે
ભારત બાયોટેક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમુક રોગપ્રતિરક્ષા કેન્દ્રો બાળકો માટે કોવેક્સિન સાથે 3 પેરાસિટામોલ 500mg ની ગોળીઓ લેવાની ભલામણ કરે છે. કોવેક્સિન રસી આપ્યા પછી કોઈ પેરાસિટામોલ અથવા પેઇનકિલરની ભલામણ કરવામાં આવી નથી. તેવું હૈદરાબાદ સ્થિત કંપનીએ જણાવ્યું હતું. ફર્મે જણાવ્યું હતું કે 30,000 વ્યક્તિઓ પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરવામાં આવ્યું તે દરમિયાન લગભગ 10-20% વ્યક્તિઓએ આડઅસરોની જાણ કરી હતી. જે પૈકી મોટા ભાગનાઓને હળવા લક્ષણો હતા. અને તે 1-2 દિવસમાં ઠીક થઇ જાય છે. અને તેને દવાની જરૂર રહેતી નથી. અને જો જરૂર જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ભારત બાયોટેકનું કહેવું છે કે જે બાળકોને કોવેક્સિન આપવામાં આવી રહી છે તેમને પાછળથી પેરાસિટામોલ કે પેઈન કિલર આપવાની જરૂર નથી. ડોક્ટરની સલાહ બાદ જ કોઈ પણ દવા લેવામાં આવે તે યોગ્ય છે.