ભાણવડના ઘાંચી શેરી ખાતે રહેતા અને ગેરેજનો ધંધો કરતા અબરારભાઈ નજીરહુશેન સોરઠીયા નામના 27 વર્ષના મુસ્લિમ યુવાન પાસે જેલની સજામાંથી પેરોલ રજા ઉપર આવેલા દિલાવર ઉર્ફે દીલ્યો સુલતાનખાન પઠાણ નામના શખ્સએ આવી અને ગેરેજમાં કામે રહેવા માટે કહેતા અબરારભાઈએ ના કહી હતી. જેથી આરોપી દિલાવર ઉર્ફે દીલ્યોએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી અને “જો તું મને કામે નહીં રાખે તો જાનથી મારી નાખીશ”- તેવી ધમકી આપી, અને પોતાની પાસે રહેલી છરી વડે અબરારભાઈ સોરઠીયા ઉપર હુમલો કરી અને હાથમાં છરી ઝીંકી દેતા તેમને લોહીલુહાણ હાલતમાં આઠેક ટાકા આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.