ભાણવડ તાલુકાના ચોખંડા ગામે રહેતા ભરતભાઈ ડાડુભાઈ ભાટુ નામના 26 વર્ષના યુવાનને આ જ ગામના મારખી દેવરખી ગોજીયા નામના શખ્સે બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ફ્રેક્ચર કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.ફરિયાદી ભરતભાઈના પ્રોવિઝન સ્ટોર પાસે એક છોટાહાથી વાહન માલ સામાન ઉતારતું હતું ત્યારે આ વાહન રાખવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા મારખી ગોજીયાએ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવવા અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.