Sunday, December 22, 2024
Homeરાજ્યભાણવડ તાલુકા વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા આવેદનપત્ર

ભાણવડ તાલુકા વ્યાજબી ભાવની દુકાનદારો દ્વારા આવેદનપત્ર

વિવિધ માંગણી અંર્તગત રાજય એસો.ને સમર્થન

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોએ ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોટસ અને કેરોલીન હોલ્ડરો યુનિયનના સમર્થનમાં મામલતદારને તેઓની 10 વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી અને જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જાહેર વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી જવાની ચિમકી પણ આપી હતી.

- Advertisement -

ઓલ ગુજરાત ફેરપ્રાઇઝ શોટસ અને કેરોલીન હોલ્ડરો યુનિયનના સમર્થનમાં ભાણવડ તાલુકા વ્યાજબી ભાવના દુકાનદારો જોડાયોને મામલતદાર ભાણવડને મંડળના પ્રમુખ ડાડુભાઇ ડાંગર અને દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપેલ હતું. જેમા વિવિધ 10 માંગણીઓ રજુ કરી હતી. જેમાં પોષણક્ષમ દુકાન વિતરણ ઘટ, કોરોના સહાય, પીઓએલના અમલ બાબત, હૈયાતિમાં નોમિનેશન જરૂરી સાહિત્ય નિભાવવા માટે મધ્યાહન ભોજન અને આંગણવાડીનું કમીશન વધારવા જેવી 10 માંગણી સવિસ્તૃતરૂપે આવેદન પત્રમાં જણાવી હતી.

આમ દુકાનદારો ઉપરોકત પ્રશ્ર્નથી પરેશાન છે. એસો. દ્વારા અર્ધા વર્ષથી રજુઆત કરી હતી. કોઇ નિરાકરણ ન આવતા નાછુટકે આગામી તા. 2 ઓકટોબરે જાહેર વિતરણ વ્યવસ્થા ખોરંભે પાડવાના કિસ્સામાં દુકાનદાર જવાબદાર રહેશે નહીં. જેની ગંભીરતાથી નોંધ લેવા પણ જણાવાયું હતું. આવેદનપત્ર તમામ વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા આપવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular