દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કોરોના સંક્રમિત થયા હતાં બાદમાં આ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોહનભાઇ રામભાઇ સોલંકી (ઉ.વ.33) નામના યુવાન કોરોનાથી સંક્રમિત થયા હતાં. ત્યારબાદ પોલીસ કર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દ્વારકા જિલ્લામાં કોરોનાથી પોલીસકર્મીના મોતનો પ્રથમ બનાવ બન્યો છે. જ્યારે જામનગર જિલ્લામાં શુક્રવારે એક પોલીસકર્મીનું કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ હાલારમાં કોરોનાથી બે પોલીસ કર્મીના મૃત્યુ થતા હાલારના પોલીસ બેડામાં ચિંતા પ્રસરી ગઈ છે.