Tuesday, December 24, 2024
Homeરાજ્યભાણવડનો દિલાવર રીઢો ગુનેગાર હોવાનું જાહેર

ભાણવડનો દિલાવર રીઢો ગુનેગાર હોવાનું જાહેર

રાજકોટ-ગોંડલ-અમદાવાદમાં તરૂણોને હવસનો શિકાર બનાવી ચૂકયો છે

- Advertisement -

ચાલ તને ક્રિકેટ રમવાનો ટેનિલ બોલ લઇ આપું તેમ કહી 11 દિવસ પહેલા રાજકોટમાં તરૂણ પર સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરનારને પોલીસે ઝડપી લીધો છે. સદર વિસ્તારમાં આવેલી સ્ક્રૂલમાં ચાલતી શિબિરમાં 13 વર્ષનો તરૂણ શિબિર પૂરી થયા બાદ શાળાના ગેટ પાસે ઉભો હતો. ત્યારે એક શખ્સ બાઇક પર આવી તને ક્રિકેટ બોલ લઇ આપું તેમ કહી તરૂણને લઇ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ પાછળ અવાવરૂ સ્થળે લઇ જઇ બળજબરીથી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ કેદ થઇ ગયો હતો. ફૂટેજમાં જણાતો શખ્સ ગોંડલ ચોકડી, માલધારી ફાટક પાસે આંટાફેરા કરતો મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા તે ભાણવડનો દિલાવર સુલતાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ઊલટપુલટ પૂછપરછ કરતા તેને કૃત્ય આચર્યાની કબૂલાત આપતા ધરપકડ કરી છે. પોલીસ આ શખ્સની રિમાન્ડ મેળવી વધુ વિગત બહાર લાવશે.

- Advertisement -

આરોપી દિલાવર સામે 2018માં ગોંડલમાં સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરવાના ગુનામાં અદાલતે તેને સાત વર્ષની સજા કરી હતી. પેરોલ મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. બાદમાં હાજર થવાને બદલે નાસતોફરતો તેના ગામ ભાણવડ પહોંચ્યો હતો ત્યાં સંબંધીએ નોકરીએ રાખવાની ના પાડતા દિલાવરે છરીના ઘા ઝિંકી નાસી ગયો હતો. રાજકોટમાં તરૂણ પર સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરી પેરોલ જમ્પ કર્યા બાદ બે ગુના આચર્યા હતાં.

દિલાવરે 2005 અમદાવાદમાં સાબરમતી વિસતારમાં બે અલગ અલગ બનાવમાં બે તરૂણને પોતાની હવસનો શિકાર બનાવી સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચરતા પોલીસે દિલવારને ઝડપી લીધો હતો. જે બંને બનાવનો કેસ ત્યાંની કોર્ટમાં ચાલી જતા અદાલતે બંને કેસમાં 3-3 વર્ષની સજા ફટકારી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular