કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતી યુવતીએ જામનગર શહેરના ગાંધીનગર મોમાઈનગર વિસ્તારમાં રહેતા તેના માસીના ઘરે રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતાં જયેન્દ્રસિંહ કેશુભા જાડેજા નામના ખેડૂત યુવાનની પુત્રી પૂનમબા જયેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22) નામની યુવતી જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં મોમાઈનગર શેરી નં.4 માં રહેતા તેના માસી રંજનબાના ઘરે આવી હતી. તે દરમિયાન બુધવારે બપોરના સમયે ઉપરના માળે રૂમમાં રહેલા પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે મૃતકના પિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.