Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરાજસ્થાનમાં આજથી ‘ભજનરાજ’

રાજસ્થાનમાં આજથી ‘ભજનરાજ’

શપથ લેતા પહેલાં ભજનલાલે માતા-પિતાના પગ ધોઇને આશિર્વાદ લીધા : દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા : પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત

- Advertisement -

રાજસ્થાનમાં આજથી ‘ભજનરાજ’નો પ્રારંભ થયો છે. વિધાનસભામાં પહેલીવખત ચૂંટાયેલા ભજનલાલ શર્મા રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી બન્યા છે. જયપુરમાં યોજાયેલાં શપથગ્રહણ સમારોહમાં આજે તેમણે પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી અને પ્રેમચંદ બેરવાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શપથ લેવડાવ્યા હતા. રાજસ્થાનમાં 115 બેઠકો સાથે બહુમતિ મેળવનાર ભાજપાએ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામની જાહેરાત કરી હતી. તેઓ પહેલીવાર જ ધારાસભ્ય બન્યા છે. અને મુખ્યમંત્રી પણ બની ગયા. તેમના શપથ લેવા સાથે જ રાજસ્થાનમાં આજથી ભજનરાજનો પ્રારંભ થઇ ગયો છે. ભજનલાલના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા તેમજ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહયા હતા. જયપુરમાં આલ્બર્ટ હોલમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહ સ્થળ તરફ જતાં તમામ રસ્તાઓને ભાજપ નેતાઓના કટઆઉટથી સજાવી દેવામાં આવ્યા હતા.ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી તરીકેના શપથગ્રહણ કરતાં પહેલાં માતા-પિતાના પગ ધોઇને આશિર્વાદ લીધા હતા. તેમની સાથે રાજઘરાના સાથે સંકળાયેલી દિયાકુમારી તેમજ પ્રેમચંદ બેૈરવાએ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અજમેરથી ચૂંટાયેલા વાસુદેવ દેવનાણીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular