Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયખબરદાર, સાસરામાં પત્નિને કોઇએ મારી છે તો

ખબરદાર, સાસરામાં પત્નિને કોઇએ મારી છે તો

સુપ્રિમકોર્ટની ટિપ્પણી: પત્નિને કોઇપણ મારશે તો જવાબદાર ઠરશે પતિ

- Advertisement -

પોતાની પત્નિની ધોલાઇના આરોપી વ્યકિતની સુપ્રિમ કોર્ટે ધરપકડથી પહેલાં જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. અદાલતે જણાવ્યું છે કે, જો સાસરા પક્ષમાં મહિલાને માર મારવામાં આવે તો તેને થયેલી ઇજા માટે મુખ્યત્વે તેનો પતિ જવાબદાર રહેશે ભલે પછી સગા-વ્હાલાઓએ માર માર્યો હોય, અદાલત જે શખ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી તે તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા. લગ્નના એક વર્ષ બાદ 2018માં તેઓને એક બાળક થયું હતું. ગયા વર્ષે જૂનમાં મહિલાએ લુધીયાણા પોલીસમાં પતિ અને સાસરા પક્ષવાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓનો આરોપ હતો કે, દહેજની વધતી માંગણી પૂરી ન કરી શકવા બદલ તેને તેના પતિ, સસરા અને સાસુએ માર માર્યો હતો. જયારે પતિના વકીલ કુશાગ્ર મહાજને આગોતરા જામીન પર ભાર મૂકયો તો મુખ્ય ન્યાયાધિશ બોબડેના નેતૃત્વવાળી બેન્ચે કહયું હતું કે, તમે કયા પ્રકારના મર્દ છો?

- Advertisement -

તેની પત્નિનો આરોપ છે કે કેમ તમુે ગળુ દાબી તેનો જીવ લેવાના હતા તેનું એમ પણ કહેવું છેકે, તમે પરાણે ગર્ભપાત પણ કરાવ્યો હતો તમે કયાં પ્રકારના મર્દ છો કે, પત્નિને ક્રિકેટના બેટથી માર મારો છો. જયારે વકીલ મહાજને કહયું હતું કે, મારા કલાયન્ટના પિતાએ બેટથી મહિલાની પીટાઇ કરી હતી તો અદાલતે કહયું હતું કે, આનાથી ફર્ક નથી પડતો કે તમે પતિ હતા કે, તેના પિતા હતા કે જેમણે કથિત રીતે બેટથી તેમની ધોલાઇ કરી હતી. જયારે સાસરા પક્ષમાં મહિલાને યાતના આપવામાં આવે છે તો મુખ્યત્વે જવાબદારી પતિની બને છે, અદાલતે એ શખ્સની અરજી ફગાવી દીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular