Monday, December 29, 2025
Homeરાજ્યજામનગરભાઇ દ્વારા બહેનના પ્રેમને અર્પણ કરતું ‘બેની આજે માંડવે પધારશે’ વિડિયો ગીત...

ભાઇ દ્વારા બહેનના પ્રેમને અર્પણ કરતું ‘બેની આજે માંડવે પધારશે’ વિડિયો ગીત લોન્ચ થશે

ભાઇ-બહેનના પવિત્ર સંબંધોનો અનોખો તહેવાર એટલે રક્ષાબંધન. બહેન ભાઇના કાંડે રક્ષારૂપી પવિત્ર ધાગો બાંધી ભાઇને ચિરાયુ આશીર્વાદ પાઠવે છે.

આવા ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમને યાદગાર બનવતા પર્વ રક્ષાબંધન પર સાવ અલગ કોન્સેપ્ટ સાથે એક વિડીયો ગીત ‘બની આજે માંડવે પધારશે’ સુપ્રસિધ્ધ સિંગર, કમ્પોઝર અને ગીતકાર ઓમ દવે દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

ભાઇને બહેનની સૌથી મોટી ખોટ ત્યારે પડે છે જ્યારે બહેન લગ્ન કરી હંમેશને માટે સાસરે જતી રહે છે. વિદાય પૂર્વે ભાઇ બહેનની લાગણીની વ્યથાને અંકિત કરતું ‘બેની આજે માંડવી પધારશે’ નવીનતમ કોન્સેપટ સાથે તૈયાર કરાયેલ વિડીયો સોંગમાં લગ્નવિધિ દરમિયાન ભાઇ એની લાડકી બેનીને મંડપમાં ગીત ગાતા, હાથ પકડીને લઇ આવે છે અને એની બેનીનો હાથ મંડપ મધ્ય તેના પિયુના હાથમાં સોંપે છે.

આવા અનોખા ક્ધસેપ્ટ અને અંદાજ સાથેના આ વીડીયો ગીતનું સ્વરાંકન (કમ્પોઝિશન) ગીતના શબ્દો (લિરિકસ) ઓમ દવે દ્વારા કરવામાં આવેલ છે, તેમજ આ ગીતનો કંઠ પણ ઓમ દવે દ્વારા જ આપવામાં આવેલ છે. આ ગીત આજરોજ એટલે કે, રક્ષાબંધન પૂર્વે ઓમ દવે ઓફિસિયલ યૂ-ટયૂબ ચેનલ પર લોન્ચ કરવામાં આવશે.

ઓમ દવે મિકેનીકલ એન્જિનિયર છે અને ઘણાં જ ઓછા સમયમાં સંગીત ક્ષેત્રે 24 વર્ષની ઉંમરમાં ખુદના કમ્પોજીશન, લીરીકસ, સંગીત તેમજ ગાયન પોતા દ્વારા જ કરવામાં આવે છે.

તાજેતરમાં ઓમ દ્વારા હનુમાન ચાલીસા સુપરફાસ્ટ જે 2 મિનિટ અને 55 સેકન્ડ માં ખૂબ જ સારા ઉચ્ચારણ સાથે બનાવવામાં આવી તેણે ખૂબ જ પ્રસિધ્ધ થઇ હતી. આ ઉપરાંત પિતા, મારુતિસ્ત્રોત્ર, હે મા તમે પધારો, સંગીતમય 1 થી 20ના ઘડીયા વગેરે જેવા અનેક ગીતો બનાવ્યા છે. Aum Dave Official યૂ-ટયૂબ ચેનલ પર જોવા મળશે. બેની આજે માંડવે પધારશે વિડીયો ગીતમાં સંગીત તેમજ રેર્કોડિંગ નિરજ વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે. ગીતમાં રિધન એરેન્જમેન્ટ નિલેશ પાઠકે કરી છે. તબલા ઢોલ અને ઢોલક ભાર્ગવ જાની અને દેવાંગ જાની દ્વારા કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular