Monday, January 12, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસશિયાળામાં ખજૂર ખાવાથી શું લાભ થશે...? જાણો....

શિયાળામાં ખજૂર ખાવાથી શું લાભ થશે…? જાણો….

આપણે આપણા વડવાઓ પાસેથી ઘણી વખત સાંભળ્યું હશે કે, ‘સવારે ચાર પેસી ખજુર ખાવા કયારેય માંદા નહીં પડો’ ત્યારે ચાલો જાણીએ કે શિયાળામાં ખજૂર ખાવાથી શરીરને શું ફાયદો થાય છે? આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા કહે છે કે, શિયાળામાં ખજૂર ખાવાથી ઘણાં સ્વાસ્થ્ય લાભ થાય છે. જેમ કે….

- Advertisement -

1. ઉર્જા પૂરી પાડે છે – ખજુરમાં પ્રાકૃતિક શર્કરા (ગ્લુકોઝ) હોય છે. જે શરીને તરત ઉર્જા પૂરી પાડે છે. અને સવારની શરૂઆત સાડા મુડ સાથે થાય છે.

2. શરીરને ગરમ રાખે છે – શિયાળામાં ખજૂર ખાવાથી શરીરમાં ગરમાહટ રહે છે જે શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે.

- Advertisement -

3. પાચન સુધારે છે – ખજૂરમાં ફાઈબરની માત્રા ઉંચી હોય છે જે પાચનતંત્રને મજબુત બનાવે છે અને કબજિયાત દૂર કરે છે.

4. હાડકા માટે ફાયદાકારક – ખજૂરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે હાડકાને મજુબત બનાવે છે અને આપ્રરાઈટીસ જેવી સમસ્યામાંથી રાહત આપે છે.

- Advertisement -

5. રગપ્રતિકારક શકિત વધે છે – ખજુરમાં એન્ટી ઓકસીડન્ટસ અને વિટામિન્સ હોય છે જે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ થાય છે. અને શિયાળામાં વારંવાર થતી શરદી અને ફલુ સામે રક્ષણ આપે છે.

6. હદયના સ્વાસ્થ્ય માટે સારું – ખજૂર ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણ રહે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે.

7. ત્વચાના તેજ માટે – ખજૂરમાં વિટામિન સી અને વિટામિન ડી હોય છે જે ત્વચાને નમ અને તંદુુરસ્ત રાખે છે.

ત્યારે ખજુરને સવારે ખાલી પેટે ખાવુ અથવા તો ગરમ દૂધ સાથે લેવાથી વધુ ફાયદો કરે છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે ડોકટરની સલાહ લઇને ખજુરનો ઉપયોગ કરવો જોઇએ.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular