જેઠ મહિનાના સુદ પક્ષના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવે છે. પતિની લાંબી ઉંમરની કામના સાથે આ દિવસે વડના ઝાડ સાથે સત્યવાન અને સાવિત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સુખ-સમૃધ્ધિ અને સૌભાગ્ય માટે શિવ-પાર્વતીની આરાધના કરવામાં આવે છે. પૂનમના રોજ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આજરોજ જામનગરમાં પણ મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. વટ સાવિત્રીના વ્રત નિમિત્તે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.