છોટીકાશી જામનગરમાં અલગ-અલગ વિસ્તારોમાં નવદુર્ગાની આરાધના પર્વની ઉજવણી થઇ રહી છે ત્યારે શહેરના પટેલ કોલોની 6માં શ્રી મોમાઈ ગરબી મંડળનું છેલ્લા 20 વર્ષોથી સુંદર આયોજન થઇ રહ્યું છે. જ્યાં બાળાઓને નવરાત્રી બાદ આયોજકો દ્વારા એક દિવસ પીકનીક માટે લઇ જવામાં આવે છે. આ ગરબીનું આયોજન એડવોકેટ જે.સી.વિરાણી અને કોર્પોરેટર સરોજબેન જે. વિરાણી દ્વારા કરવામાં આવે છે.