Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતશિવરાજપુર સહિત ગુજરાતના દરિયાઇ બીચ ખતરામાં

શિવરાજપુર સહિત ગુજરાતના દરિયાઇ બીચ ખતરામાં

- Advertisement -

દ્વારકા જિલ્લામાં કરોડોના ખર્ચે જેનો વિકાસ કરવામાં આવી રહયો છે તે શિવરાજપુર બીચ ખતરામાં હોવાનું કેન્દ્ર સરકારે રાજય સભામાં સ્વીકાર કર્યો છે. આ બીચ પર 32,692 સ્કેવર મીટરનું ધોવાણ થયું હોવાનું રાજયસભામાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

રાજ્યસભામાં સરકારના જવાબને લઈને કોંગ્રેસે સરકાર પર જ આક્ષેપ કર્યા હતા. જેમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, ગુજરાતના સુંદર દરિયાકિનારાના સુંદર બીચ ખતરામાં છે, ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે નામશેષ કે ગાયબ થઈ જશે. કારણ કે, 32692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે જ્યારે 2396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે. ગુજરાત રાજ્ય દેશમાં 1945.6 કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, તેમાં દેશમાં સૌથી વધારે 537.5 કિલોમીટરનું ધોવાણ છે તેવું સરકાર સ્વીકારે છે.

રાજ્યસભાના એક સવાલના જવાબમાં ગાયબ થતાં બીચમાં ગુજરાતનો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરામાં છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે. જો કે, દેશનો સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા ગુજરાતમાં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવી નથી. આવા આક્ષેપો કોંગ્રેસના પ્રવક્તાએ કર્યા છે.

- Advertisement -

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસભાના 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે. બ્લુ ફ્લેગ બીચના નામે અલગ-અલગ માધ્યમોથી શિવરાજપુર બીચની જાહેરાતો થાય છે. આ બીચનો દરિયાઈ કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો 32692.74 સ્ક્વેર મીટર વિસ્તાર ધોવાણ હેઠળ છે અને 2396.77 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કાંપ-કીચડ અને કચરાનો ભરાવો થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular